Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Asian Games 2026: વોશિંગ્ટન સુંદર માટે તમિડનાડુના CMએ કરી મોટી જાહેરાત, ગોલ્ડ મેડલ જીત્યા બાદ મળશે ઈનામી રકમ

પાકિસ્તાન સામેની ફાઈનલમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેને ટીમ ઈન્ડિયાને શરૂઆતની વિકેટો અપાવી અને કેટલાક શાનદાર કેચ પણ લીધા.
Nancy ShuklaUpdated on: 04 Oct 2026 08:55 PM IST
1 / 5
Gallery Image 1

વિમેન્સ ક્રિકેટ ટીમ પછી ભારતની મેન્સ ક્રિકેટ ટીમે પણ એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને 19 રને હરાવીને આ સિદ્ધિ મેળવી.

2 / 5
Gallery Image 2

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેને પોતાની બોલિંગ અને ફિલ્ડિંગમાં બેસ્ટ પ્રદર્શન કર્યું.

3 / 5
Gallery Image 3

વોશિંગ્ટન સુંદરે મેચમાં 2 મહત્વપૂર્ણ વિકેટ અને 2 શાનદાર કેચ લીધા, જેના કારણે ભારતે પાકિસ્તાનને 192 રન સુધી રોકી દીધું અને ગોલ્ડ મેડલ જીત્યો.

4 / 5
Gallery Image 4

ટીમ ઈન્ડિયાની સફળતા અને વોશિંગ્ટન સુંદરના પ્રદર્શનને માન્યતા આપતા તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે સ્ટાર ઓલરાઉન્ડર માટે ઈનામની જાહેરાત કરી.

5 / 5
Gallery Image 5

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનારા તમિલનાડુના ખેલાડીઓ માટે 75 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તેમને વોશિંગ્ટન સુંદર માટે પણ તે જ ઈનામની જાહેરાત કરી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.