Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Vadodara : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે તાજપુરામાં 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ'નું લોકાર્પણ

Vadodara : પાદરા તાલુકાના તાજપુરા ખાતે આધ્યાત્મિકતા અને વિશ્વ શાંતિનો સંદેશ ગુંજ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, અલ્કાપુરી સબઝોનના નવનિર્મિત 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ' રીટ્રીટ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Kunjan ShuklaUpdated on: 24 Sep 2026 04:39 PM IST
1 / 5
Gallery Image 1

આ પ્રસંગે રાજ્યના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બી.કે. ડૉ. નિરંજના દીદીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ સેન્ટરના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિએ સમગ્ર પરિસરની મુલાકાત લઈ વિવિધ વિશેષતાઓ નિહાળી હતી.

2 / 5
Gallery Image 2

આ સાથે તેમના હસ્તે 'આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વ નવ નિર્માણ' પ્રોજેક્ટનો પણ વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

3 / 5
Gallery Image 3

કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન બાદ રાજ્યપાલે પ્રસંગિક ઉદબોધન કર્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી.

4 / 5
Gallery Image 4

'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ'નો ઉદ્દેશ્ય સમાજના વિવિધ વર્ગના લોકોને ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગનું પ્રશિક્ષણ આપી આધ્યાત્મિક રીતે સશક્ત બનાવવાનો છે. કેન્દ્ર કોઈ એક જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાય પૂરતું મર્યાદિત નહીં રહેતાં સર્વ સમાજના લોકો માટે નિઃશુલ્ક આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગના લાભ માટે ખુલ્લું રહેશે.

5 / 5
Gallery Image 5

તાજપુરાનું આ કેન્દ્ર આધ્યાત્મિક જાગૃતિ, આંતરિક શાંતિ અને વિશ્વ શાંતિનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરશે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.