ODIમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

મહાન બેટ્સમેનોમાંથી એક સચિન તેંડુલકર હજુ પણ ODI ફોર્મેટમાં અનેક રેકોર્ડ ધરાવે છે, જેમાં ઘરઆંગણે ODIમાં સૌથી વધુ રન બનાવનારનો રેકોર્ડ પણ સામેલ છે. સચિને ઘરઆંગણે 164 ODI રમી છે, 160 ઈનિંગમાં બેટિંગ કરી છે, જેમાં 48.11ની એવરેજથી 6976 રન બનાવ્યા છે, જેમાં 20 સદી અને 38 અડધી સદી ફટકારી છે.

આ લિસ્ટમાં વિરાટ કોહલી બીજા નંબરે છે, અને તેની પાસે સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની સારી તક છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ઘરઆંગણે 130 વનડે રમી છે, જેમાં 127 ઈનિંગમાં 62.42ની એવરેજથી 6867 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ઘરઆંગણે રમાતી વનડેમાં 27 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. રિકી પોન્ટિંગે ઘરઆંગણે 153 ODI મેચ રમી હતી, જેમાં 150 ઈનિંગમાં 39.17ની એવરેજથી 5406 રન બનાવ્યા હતા. રિકી પોન્ટિંગે 13 સદી અને 32 અડધી સદી ફટકારી હતી.

મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મહાન ખેલાડીઓમાંથી એક ગણાતા રોહિત શર્મા હાલમાં ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 103 વનડે રમી છે, જેમાં 102 ઈનિંગમાં 55.5 ની એવરેજથી 5217 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 25 અડધી સદીનો સમાવેશ થાય છે.

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી અને વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાંથી એક જેક્સ કાલિસ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. કાલિસે ઘરઆંગણે 142 ODI મેચ રમી, 135 ઈનિંગમાં બેટિંગ કરી અને 46.64ની એવરેજથી 5178 રન બનાવ્યા, જેમાં 6 સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે.





