Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Surat : SVNIT ખાતે ઈ-રક્ષક હેકેથોનની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ, 150 વિદ્યાર્થીઓએ ડિજીટલ પડકારોના સોલ્યુશન માટે નિર્મિત પ્રોટોટાઈપ મોડેલ્સને નિહાળ્યા

Surat : સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના નેક્સસ યુનિટ દ્વારા આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને હેકેથોનના ભાગ લઈ રહેલ 6 રાજ્યોની 13થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની 31 ટીમો દ્વારા સાયબર સિક્યુરિટી અને ડિજીટલ પડકારોના સોલ્યુશન માટે તૈયાર કરવામાં આવેલા પ્રોટોટાઇપ મોડેલ્સને નિહાળ્યા હતા.
Kunjan ShuklaUpdated on: 10 Oct 2026 03:19 PM IST
1 / 5
Gallery Image 1

નાયબ મુખ્યમંત્રીએ દેશભરમાંથી SVNIT ખાતે આવેલા 150થી વધુ યુવા 'પ્રૉબ્લેમ સોલ્વર્સ' એવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓને સુરતમાં આવકારી જણાવ્યું હતું કે, ટેકનોલોજી જેટલી ઉપયોગી છે તેટલી જ તે પડકારો અને સમસ્યાઓ પણ સર્જે છે. મોટી કંપનીઓ દ્વારા વારંવાર હાર્ડવેર અને કેમેરાના મોડેલ બદલાય છે, જેથી સરકારી સિસ્ટમ પર બોજ ન પડે એ માટે વડાપ્રધાનના વિઝન મુજબ હેકેથોન દ્વારા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી સોફ્ટવેર આધારિત ઉકેલો લાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.

2 / 5
Gallery Image 2

ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોની માત્ર 15 સેકન્ડ બચાવીને લાખો લોકોનો કિંમતી સમય અને ઈંધણ બચાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા કેમેરા ઇન્ટિગ્રેશન અત્યંત કારગર નીવડશે એમ જણાવી હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવાનું પોતાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું. યુવાનોને સોશિયલ મીડિયા અને રૂટિન ચર્ચામાંથી આગળ વધીને સરકારી યોજનાઓનો અભ્યાસ કરવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની ઈન્ડસ્ટ્રિયલ અને સ્ટાર્ટઅપ પોલિસી, MSME અને સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજનાઓ હેઠળ યુવાનોના સ્ટાર્ટઅપ સાહસો માટે ઓફિસ રેન્ટ, નાણાકીય સહાય અને OPEX સપોર્ટ કે જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત મળતી સહાય, સીડ ફંડ સ્કીમ, રોજિંદા ખર્ચ કે માર્કેટિંગ, ઓપરેટિંગ ખર્ચ, પગાર, ઓફિસ રેન્ટ, માર્કેટિંગ અને ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન્સની સુવિધા અને વિશેષ કરીને મહિલાઓ માટે સરકારે ખાસ જોગવાઈઓ કરી છે.

3 / 5
Gallery Image 3

યુવાનોના આ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ આવનારા દિવસોમાં એફ.આઈ.આર., સાયબર ક્રાઈમ ઉકેલવાની સરકારી પ્રક્રિયામાં કરવામાં આવશે એમ જણાવી તેમણે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવા બદલ સુરત સાયબર ક્રાઈમ ટીમની સરાહના કરી હતી.

4 / 5
Gallery Image 4

પોલીસ કમિશનર વાબાંગ જમીરે કહ્યું કે, ઈ-રક્ષક હેકેથોન એ સુરત શહેર પોલીસ, SVNIT ના NEXUS યુનિટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત સાયબર સિક્યોરિટી અને ઈનોવેશન હેકેથોન છે. આ હેકેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સુરક્ષા અને સાયબર ક્રાઈમને રોકવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી નવીન ટેકનોલોજીકલ સોલ્યુશન મેળવવાનો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાધને જોડાઈને પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે.

5 / 5
Gallery Image 5

DCP (સાયબર ક્રાઇમ) વિશાખા જૈને સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પોલીસ સ્ટેશનોમાં પ્રત્યક્ષ સર્વે કરીને સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને પોલીસની કામગીરીના પડકારોને ધ્યાને રાખીને આ હેકેથોનના 9 થી 10 પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. સાયબર સ્માર્ટ અને સક્ષમ પોલીસિંગ માટે દેશભરની કોલેજોમાંથી 458 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જેમાંથી આજે 31 ટીમોના 150 વિદ્યાર્થીઓ સુરત ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.