Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Shardiya Navratri 2026 : સુરતમાં હજારો ખેલૈયાઓની સુરક્ષા અને સલામતીના મુદ્દે આયોજકો બેદરકાર, માત્ર બે જ આયોજકોએ ફાયર વિભાગને આપ્યું બાંહેધરી પત્ર

Surat: નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પ્રોફેશનલ ગરબા આયોજકો દ્વારા ફાયર મંજૂરી મેળવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 03:32 PM IST
1 / 5
Gallery Image 1

રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થવાનો છે, પરંતુ અત્યાર સુધીમાં શહેરના માત્ર બે આયોજકોએ ફાયર વિભાગ સમક્ષ બાંહેધરી પત્ર રજૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે 16 જેટલા ગરબા આયોજનોને ફાયર વિભાગની મંજૂરી મળી હતી.

2 / 5
Gallery Image 2

આ વર્ષે વરાછા, અડાજણ, વેસુ અને કતારગામ સહિતના વિસ્તારોમાં 20થી વધુ મોટા પ્રોફેશનલ ગરબા આયોજનો થવાના છે. આયોજકો દ્વારા મહિનાઓ અગાઉથી ગરબાની જાહેરાતો શરૂ કરી દેવામાં આવી હતી અને ટિકિટો સહિતના માધ્યમોથી આવક પણ શરૂ થઈ ગઈ છે. તેમ છતાં હજારો ખેલૈયાઓની સુરક્ષા સાથે સંકળાયેલી ફાયર મંજૂરી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.

3 / 5
Gallery Image 3

ફાયર વિભાગે ગરબા આયોજન માટે આશરે 30 જેટલી શરતો સાથે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા બાદ જ ફાયર NOC આપવામાં આવશે. ખાસ કરીને 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાળમાં ઉપસ્થિત લોકોનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે. ઉપરાંત મુખ્ય મંડપ અથવા સ્ટેજ મુખ્ય માર્ગથી 45 મીટરથી વધુ દૂર ન હોવો જોઈએ અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવાની જોગવાઈ છે.

4 / 5
Gallery Image 4

ફાયર વિભાગના નિયમોનું પાલન નહીં થાય તો ગરબા આયોજનને મંજૂરી નહીં મળે. પૂર્વ તૈયારીઓ વિના છેલ્લી ઘડીએ અરજી કરનારા આયોજકોની અરજીમાં ખામીઓ જણાય તો મંજૂરી રદ થવાની શક્યતા પણ રહે છે.

5 / 5
Gallery Image 5

પરિણામે આગામી દિવસોમાં ફાયર મંજૂરી મેળવવા માટે આયોજકોની દોડધામ વધવાની શક્યતા છે. હજારો ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું સમયસર પાલન કરવું જરૂરી બન્યું છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.