ગુજરાતના 11 ધારાસભ્યોને ‘Best MLA Award 2026’, 182 બેઠકોના સરવે બાદ પસંદગી


ગુજરાતના 11 ધારાસભ્યોને ‘Best MLA Award 2026’ 182 બેઠકોના સરવે બાદ પસંદગી

જનસેવા અને વિકાસ માટે ગુજરાતના 11 ધારાસભ્યો સન્માનિત કરાયા

વિવિધ વિધાનસભા વિસ્તારોમાં સામાન્ય નાગરિકો પાસેથી પ્રતિસાદ મેળવવાની સાથે ધારાસભ્યોની જનતા વચ્ચે ઉપલબ્ધતા, જનસમસ્યાઓનું નિરાકરણ, વિકાસ કાર્યો, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ અને માળખાકીય સુવિધાઓ, ગ્રામીણ અને સામુદાયિક વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, સ્વચ્છતા તથા અન્ય જનસેવા સંબંધિત પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો.

નિર્ધારિત મૂલ્યાંકન માપદંડો અને જમીની પ્રતિસાદના આધારે 55 ધારાસભ્યોને પ્રારંભિક રીતે ચિહ્નિત કરવામાં આવ્યા. વિસ્તૃત મૂલ્યાંકન બાદ તેમાંથી 11 ધારાસભ્યોની અંતિમ પસંદગી Shining India Best MLA Award – 2026 માટે કરવામાં આવી.

પ્રો. જગદીશ મુખીને Lifetime Achievement Award – 2026 સમારોહમાં આસામના પૂર્વ રાજ્યપાલ પ્રો. જગદીશ મુખીજીને SHINING INDIA LIFETIME ACHIEVEMENT AWARD – 2026થી સન્માનિત કરવામાં આવ્યા.

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાજીને SHINING INDIA EXCELLENCE IN PUBLIC SERVICE AWARD – 2026થી સન્માનિત કરવામાં આવ્યા.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



