સવિતા પુનિયાએ બનાવ્યો શાનદાર રેકોર્ડ, હોકી ઈન્ડિયાએ કરી 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત

ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર પ્રદર્શન સાથે કરી છે. તેઓએ પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું અને પછી બીજી મેચમાં ઈન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું હતું. પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે હોકી ઈન્ડિયાએ તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું.

સવિતા પુનિયાએ ઈન્ડોનેશિયા સામે મેદાનમાં ઉતરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો. આ મેચની શરૂઆત સાથે તે ભારત માટે સૌથી વધુ કેપ્ડ મહિલા ખેલાડી બની ગઈ, અને તેણે વંદના કટારિયાનો રેકોર્ડ તોડ્યો.

વંદના કટારિયાએ ભારત માટે 320 આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમી છે, જ્યારે સવિતા પુનિયાએ ઈન્ડોનેશિયા સામે પોતાની 321મો મેચ રમી હતી. આ પહેલા સવિતા પુનિયાએ ઉઝબેકિસ્તાન સામે એશિયન ગેમ્સની પહેલી મેચમાં વંદના કટારિયાના રેકોર્ડની બરાબરી કરી હતી.

હોકી ઈન્ડિયાએ સવિતા પુનિયાને સૌથી વધુ કેપ્ડ મહિલા ખેલાડી બનવા બદલ સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. હોકી ઈન્ડિયાએ આ સિદ્ધિ માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

સવિતા પુનિયાએ 2009 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે 3 ઓલિમ્પિક, 2 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક મોટી હોકી ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે.
સંબંધિત સમાચાર

Ram Temple Donation Row : SIT બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે, 105 ચોરીની ઘટનાઓ સામે આવી

Himmatnagar Accident: અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળી, એકનું મોત; ટોળાએ કાર સળગાવી



