Get News Alerts

Never miss breaking news updates.

Rupal Palli Mahotsav 2026: આસ્થાનો મહાસાગર, ઘીની નદીઓ અને અઢારે આલમની અનોખી એકતા

Rupal Palli Mahotsav 2026: ગાંધીનગરના રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ લાખો શ્રદ્ધાળુઓએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી માતાજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. પલ્લી પસાર થતાં રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા અદભૂત દૃશ્યો સર્જાયાં હતાં. પાંડવકાળ સાથે જોડાયેલી લોકમાન્યતા ધરાવતી આ પરંપરા અઢારે આલમની એકતા, સહિયારી સેવા અને સર્વધર્મ સમભાવનું પ્રતીક બની છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 20 Oct 2026 12:33 PM IST
1 / 5
Gallery Image 1

ગાંધીનગરના રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

2 / 5
Gallery Image 2

ખીજડાના લાકડામાંથી તૈયાર થતી પલ્લીને ફૂલો અને પરંપરાગત સામગ્રીથી શણગારવામાં આવે છે. ગામના વિવિધ સમાજના લોકો પોતાની પરંપરાગત સેવા આપીને પલ્લીની તૈયારીમાં સહભાગી બને છે.

3 / 5
Gallery Image 3

માનતા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ પલ્લી પર શુદ્ધ ઘી ચઢાવે છે. દૂરદૂરથી ભક્તો ઘીનાં પીપડાં અને વાસણો લઈને માતાજીની પલ્લીમાં જોડાય છે.

4 / 5
Gallery Image 4

પલ્લી ગામની શેરીઓમાંથી પસાર થાય છે ત્યારે ભક્તો ઘીનો અભિષેક કરે છે. મોટી માત્રામાં ઘી રસ્તાઓ પર વહેતું જોવા મળે છે, જે રૂપાલની પલ્લીને અનોખી ઓળખ આપે છે.

5 / 5
Gallery Image 5

લોકવાયકા મુજબ રૂપાલની પલ્લીની પરંપરા પાંડવકાળ સાથે જોડાયેલી છે. વર્ષોથી ચાલી આવતી આ પલ્લી આજે પણ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.