QUAD Leaders Meeting: મનિલામાં QUAD દેશોના નેતાઓની બેઠક, PM મોદી અનેક વૈશ્વિક નેતાઓ સાથે કરી મુલાકાત


PMએ જણાવ્યું હતું કે ભારત QUADને એક રચનાત્મક અને વિશ્વસનીય ભાગીદારી તરીકે જુએ છે. સાથે જ પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

બેઠકને સંબોધિત કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે QUADનો ઉદ્દેશ્ય માત્ર બેઠકો યોજવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વિશ્વસનીય ઉકેલો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભાગીદારી દ્વારા સભ્ય દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવાની સાથે પ્રાદેશિક પડકારોનો સામૂહિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાને ખાસ કરીને દરિયાઈ સુરક્ષા, વિશ્વસનીય સપ્લાય ચેઈન, નવી ટેક્નોલોજી અને આપદા વ્યવસ્થાપન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને નિયમો આધારિત રહે તે ભારતની પ્રાથમિકતા છે.

મનિલામાં યોજાયેલી આ બેઠક દરમિયાન PM મોદીએ વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

આ મુલાકાતો દરમિયાન દ્વિપક્ષીય સંબંધો, પરસ્પર સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે QUADમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ ચાર દેશો દરિયાઈ સુરક્ષા, ટેક્નોલોજી, આર્થિક સહયોગ અને આપદા રાહત જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે.

મનિલાની આ બેઠકથી QUAD દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવાની અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા જાળવવાની દિશામાં નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




