President Droupadi Murmu Visit Gujarat : ખરાબ હવામાન વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બાય રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના

ખરાબ હવામાનને કારણે હવાઈ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવાનું શક્ય ન બનતા રાષ્ટ્રપતિનો કાફલો હવે બાય રોડ કેવડિયા જવા રવાના થયો છે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની છે. આ દરમિયાન તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે.

ખરાબ હવામાન અને હવાઈ પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી રાષ્ટ્રપતિનો હવાઈ પ્રવાસ ટાળવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે રાષ્ટ્રપતિનો કાફલો રોડ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિના કાફલાની સુરક્ષા માટે માર્ગ પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિની હાજરીમાં યોજાનારા કાર્યક્રમોને લઈને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. ખરાબ હવામાન વચ્ચે પણ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધારવામાં આવી રહ્યો છે.
સંબંધિત સમાચાર

Madhya Pradesh : કૂનો નેશનલ પાર્કમાંથી સામે આવ્યા દુઃખદ સમાચાર, નામીબિયાઈ નર ચિત્તા 'ગૌરવ'નું સારવાર દરમિયાન થયું મોત

Vipraj Nigamના ઘરે પહોંચી જાતીય સતામણીનો આરોપ લગાવનારી છોકરી, એશિયન ગેમ્સમાંથી બહાર થશે ખેલાડી?



