Patan : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જિલ્લાના પ્રવાસે, વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના લક્ષ્યો અંગે વાતચીત કરી

આ અવસરે તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ, રસ-રુચિ અને ભવિષ્યના લક્ષ્યો અંગે વાતચીત કરી તેમને શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધાનેરા ખાતે રાજસ્થાન સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સંચાલિત મહાવીર ભવનની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે વિશ્વકર્માએ પ.પૂ. ગુરુદેવ દિનેશચંદ્રજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી તેમના સુખશાતા પૂછ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચાણસ્મા તાલુકાના મીઠીવાવડી મુકામે ગોગા મહારાજ મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના કરી તથા ગ્રામજનો સાથે મુલાકાત કરી આત્મીય સંવાદ કર્યો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચાણસ્મા તાલુકાના કંબોઈ ખાતે આવેલા પવિત્ર 'ચેહર કકુ ધામ'ની મુલાકાત લઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.





