Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

ODIમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ભારતીય બેટ્સમેન

ODI Cricket: સદી ફટકારવાના ઘણા રેકોર્ડ છે, પરંતુ એવા ભારતીય ખેલાડીઓ વિશે જણાવી દઈએ, જેમણે વનડેમાં સૌથી મોટી ઉંમરે સદી ફટકારી છે. આમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 08:03 PM IST
1 / 5
Gallery Image 1

રોહિત શર્મા ભારત માટે ODIમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના બેટ્સમેન છે. તેને તાજેતરમાં 19 જુલાઈ, 2026 ના રોજ લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. તે દિવસે રોહિત શર્મા 39 વર્ષ અને 80 દિવસની ઉંમર હતી.

2 / 5
Gallery Image 2

સચિન તેંડુલકર બીજા નંબરે આવે છે. તેને 16 માર્ચ, 2012ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે વનડે સદી ફટકારી હતી. તે સમયે સચિનની ઉંમર 38 વર્ષ અને 327 દિવસ હતી.

3 / 5
Gallery Image 3

ભારતના દિગ્ગજ ક્રિકેટરોમાંથી એક સુનીલ ગાવસ્કરે 31 ઓક્ટોબર, 1987ના રોજ નાગપુરમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડે સદી ફટકારી હતી. તે સમયે સુનીલ ગાવસ્કરની ઉંમર 38 વર્ષ અને 113 દિવસ હતી.

4 / 5
Gallery Image 4

મોહિન્દર અમરનાથે 27 માર્ચ, 1988ના રોજ શારજાહમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડે સદી ફટકારી હતી. તે સમયે તેમની ઉંમર 37 વર્ષ અને 185 દિવસ હતી.

5 / 5
Gallery Image 5

વિરાટ કોહલીએ 18 જાન્યુઆરી, 2026ના રોજ ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી ODI સદી ફટકારી હતી. તે સમયે તેમની ઉંમર 37 વર્ષ અને 74 દિવસ હતી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.