Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

T20Iમાં 1 વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

ઈશાન કિશને આ વર્ષે અત્યાર સુધી T20I મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આગામી દિવસોમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ છે.
Nancy ShuklaUpdated on: 08 Oct 2026 07:45 PM IST
1 / 5
Gallery Image 1

સૂર્યકુમાર યાદવે 2022 માં T20I મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેને 31 મેચોમાં 1164 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. તે T20I મેચમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

2 / 5
Gallery Image 2

ઈશાન કિશન હાલમાં બીજા નંબરે છે. તેને આ વર્ષે એટલે કે 2026 માં અત્યાર સુધીમાં 30 T20I મેચમાં 1042 રન બનાવ્યા છે. તેને આ વર્ષે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે. આનો અર્થ એ થયો કે તે હવે સૂર્યકુમાર યાદવથી માત્ર 122 રન પાછળ છે.

3 / 5
Gallery Image 3

આ લિસ્ટમાં ત્રીજું નામ અભિષેક શર્માનું છે. તેને 2025માં 21 મેચમાં 859 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે.

4 / 5
Gallery Image 4

અભિષેક શર્મા આ વર્ષે પણ સારી બેટિંગ કરી રહ્યો છે. તેને 2026 માં અત્યાર સુધીમાં 30 મેચમાં 832 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે.

5 / 5
Gallery Image 5

વિરાટ કોહલીએ 2022માં 20 T20I મેચમાં 781 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં વિરાટ કોહલીની આ પહેલી અને એકમાત્ર સદી છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.