Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર લેફ્ટ હેન્ડ બેટ્સમેન

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ડાબા હાથના બેટ્સમેનનું વર્ચસ્વ છે. તમને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ડાબા હાથના બેટ્સમેન વિશે જણાવી દઈએ.
Nancy ShuklaUpdated on: 12 Oct 2026 07:11 PM IST
1 / 5
Gallery Image 1

ક્રિસ ગેઈલ T20 ક્રિકેટમાં ડાબા હાથના બેટ્સમેનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગેઈલે 463 T20 મેચોમાં 455 ઈનિંગમાં 36.22 ની એવરેજથી 14,562 રન બનાવ્યા છે. ગેઈલે 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે.

2 / 5
Gallery Image 2

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વોર્નરે 439 T20 મેચમાં 438 ઈનિંગમાં 37.29 ની એવરેજથી 14,284 રન બનાવ્યા છે. તેને 10 સદી અને 118 અડધી સદી પણ ફટકારી છે.

3 / 5
Gallery Image 3

ક્વિન્ટન ડી કોક T20 ક્રિકેટમાં ડાબા હાથના બેટ્સમેનમાં ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 463 T20 મેચ રમી છે, જેમાં 449 ઈનિંગમાં 31.43 ની એવરેજથી 13,046 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 85 અડધી સદીનો સમાવેશ થાય છે.

4 / 5
Gallery Image 4

આ લિસ્ટમાં ન્યુઝીલેન્ડના કોલિન મુનરો ચોથા નંબરે છે. મુનરોએ 486 T20 મેચોમાં 467 ઈનિંગમાં 30.42 ની એવરેજથી 12,626 રન બનાવ્યા છે. તેને T20 ક્રિકેટમાં 6 સદી અને 78 અડધી સદી ફટકારી છે.

5 / 5
Gallery Image 5

ડેવિડ મિલર T20 ક્રિકેટમાં ડાબા હાથના બેટ્સમેનના લિસ્ટમાં પાંચમા નંબરે છે. ડેવિડ મિલરે 584 T20 મેચ રમી છે, જેમાં 531 ઈનિંગમાં 35.02 ની એવરેજથી 12,435 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 53 અડધી સદીનો સમાવેશ થાય છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.