ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં એક્ટિવ ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 317 વનડે મેચની 305 ઈનિંગમાં 58.78 ની એવરેજથી 15,109 રન બનાવ્યા છે. તે સચિન તેંડુલકર પછી વનડે ઈતિહાસમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ 55 સદી અને 79 અડધી સદી ફટકારી છે.

આ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજા નંબરે છે. રોહિત શર્માએ 291 વનડે મેચમાં 283 ઈનિંગમાં 49.26 ની એવરેજથી 12,120 રન બનાવ્યા છે. 50 ઓવરના ફોર્મેટમાં તેના નામે 35 સદી અને 63 અડધી સદી પણ છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલ ભારત માટે ODI ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ એક્ટિવ રન બનાવનાર ખેલાડી છે. ગિલે 70 ODI મેચમાં 69 ઈનિંગમાં 64.01 ની એવરેજથી 3,713 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે.

કેએલ રાહુલ વનડે ક્રિકેટમાં એક્ટિવ ભારતીય બેટ્સમેનમાં ચોથા ક્રમે છે. કેએલએ 101 વનડે મેચ રમી છે, જેમાં 91 ઈનિંગમાં 51.31 ની એવરેજથી 3541 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 9 સદી અને 20 અડધી સદી ફટકારી છે.

રવિન્દ્ર જાડેજા વનડે ક્રિકેટમાં એક્ટિવ ભારતીય બેટ્સમેનમાં પાંચમા નંબરે છે. રવિન્દ્ર જાડેજાએ 212 વનડે મેચમાં 142 ઈનિંગમાં 32.27ની એવરેજથી 2905 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 87 છે.





