ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા એક્ટિવ ક્રિકેટર

વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ક્રિકેટર છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 565 મેચોમાં 632 ઈનિંગમાં 52.82 ની એવરેજથી 28,527 રન બનાવ્યા છે, જેમાં 86 સદી અને 148 અડધી સદીનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ એક્ટિવ રન બનાવનાર ખેલાડી છે. રૂટે 396 મેચોમાં 523 ઈનિંગમાં 49.72 ની એવરેજથી 23,074 રન બનાવ્યા છે, જેમાં 61 સદી અને 122 અડધી સદીનો સમાવેશ થાય છે.

રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રીજા નંબરે સૌથી વધુ એક્ટિવ રન બનાવનાર ખેલાડી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 517 મેચોમાં 550 ઈનિંગમાં 42.66 ની એવરેજથી 20,652 રન બનાવ્યા છે, જેમાં 52 સદી અને 113 અડધી સદીનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન સ્ટીવ સ્મિથ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. સ્મિથે 362 ઈન્ટરનેશનલ મેચોમાં 432 ઈનિંગમાં 47.75 ની એવરેજથી 17,814 રન બનાવ્યા છે, જેમાં 49 સદી અને 85 અડધી સદીનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશના મુશફિકુર રહીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા એક્ટિવ ક્રિકેટર્સના લિસ્ટમાં પાંચમા નંબરે છે. મુશફિકુર રહીમે 481 ઈન્ટરનેશનલ મેચની 542 ઈનિંગમાં 34.62 ની એવરેજથી 16,171 રન બનાવ્યા છે. તેને 23 સદી અને 24 અડધી સદી પણ ફટકારી છે.
સંબંધિત સમાચાર

Yuvraj Singh: યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સનો બન્યો બેટિંગ કોચ, પ્રથમ વખત કોચિંગની સંભાળશે જવાબદારી

L Murugan Resignation : કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્ર



