Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

ODIમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ODIમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનના લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ ટોપ પર છે, જ્યારે રોહિત શર્મા આ લિસ્ટમાં ચોથા નંબરે છે.
Nancy ShuklaUpdated on: 05 Oct 2026 08:09 PM IST
1 / 5
Gallery Image 1

ODI ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે ઓપનર તરીકે 344 મેચોમાં 340 ઈનિંગમાં 15,310 રન બનાવ્યા હતા, જેની એવરેજ 48.29 હતી. તેને 45 સદી અને 75 અડધી સદી ફટકારી હતી.

2 / 5
Gallery Image 2

શ્રીલંકાનો ભૂતપૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા આ લિસ્ટમાં બીજા નંબરે છે. તેને ઓપનર તરીકે 388 વનડે રમી હતી, જેમાં 383 ઈનિંગમાં 12,740 રન બનાવ્યા હતા. તેને આ બધા રન 34.61ની એવરેજથી બનાવ્યા હતા, જેમાં 38 સદી અને 66 અડધી સદીનો સમાવેશ થાય છે.

3 / 5
Gallery Image 3

વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ ગેઈલ વનડેમાં ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેને 280 વનડેમાં ઓપનિંગ કરીને 39.45 ની એવરેજથી 10,179 રન બનાવ્યા હતા. તેમને 25 સદી અને 53 અડધી સદી ફટકારી હતી.

4 / 5
Gallery Image 4

રોહિત શર્મા ઓપનર તરીકે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં ચોથા નંબરે છે. તેને તાજેતરમાં ઈનિંગની શરૂઆત કરતી વખતે 10,000 રન પૂરા કર્યા છે. તેને 204 મેચમાં 54.83 ની એવરેજથી 10,090 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 50 અડધી સદીનો સમાવેશ થાય છે.

5 / 5
Gallery Image 5
AUTHOR
N

Nancy Shukla

Author details are not available.