Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

T20I Cricketમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન

T20I Cricket: શ્રેયસ ઐયર હજુ સુધી T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે 500 રનનો આંકડો પાર કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન કોણ છે.
Nancy ShuklaUpdated on: 16 Sep 2026 04:54 PM IST
1 / 5
Gallery Image 1

રોહિત શર્મા T20I ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેને 62 T20I રમી છે અને 34.01 ની એવરેજથી 1,905 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 121 અણનમ છે.

2 / 5
Gallery Image 2

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટનોના લિસ્ટમાં વિરાટ કોહલી બીજા નંબરે છે. કિંગ કોહલીએ 50 T20I મેચોમાં 46 ઈનિંગમાં કેપ્ટન તરીકે 1,570 રન બનાવ્યા છે. તેની એવરેજ 47.57 છે. વિરાટે કેપ્ટન તરીકે 13 અડધી સદી પણ ફટકારી છે.

3 / 5
Gallery Image 3

સૂર્યકુમાર યાદવ T20I ક્રિકેટમાં ભારતીય કેપ્ટનમાં ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 52 T20Iમાં કેપ્ટનશીપ કરી છે, 49 ઈનિંગમાં 28.65 ની એવરેજથી 1,232 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 100 અણનમ છે.

4 / 5
Gallery Image 4

આ લિસ્ટમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચોથા નંબરે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 72 T20I મેચોની 62 ઈનિંગમાં 37.06 ની એવરેજથી 1,112 રન બનાવ્યા. કેપ્ટનશીપ દરમિયાન ધોનીએ T20Iમાં ક્યારેય સદી કે અડધી સદી ફટકારી નથી.

5 / 5
Gallery Image 5

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટનોમાં શ્રેયસ ઐયર પાંચમા નંબરે છે. કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરે 11 T20I મેચોમાં 39.87 ની એવરેજથી 319 રન બનાવ્યા છે. કેપ્ટન તરીકે તેને 2 અડધી સદી પણ ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 80 રન છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.