ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર

સચિન તેંડુલકર એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તે કુલ રન-સ્કોરર લિસ્ટમાં પણ આગળ છે. 1998 માં તેને 34 ODI મેચોમાં 33 ઈનિંગમાં 65.31 ની એવરેજથી 1,894 રન બનાવ્યા, જેમાં 7 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.

સૌરવ ગાંગુલી એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં બીજા નંબરે છે. ગાંગુલીની બેટિંગ કુશળતા 1999 માં પ્રસિદ્ધ થઈ હતી. તેને 41 ODI મેચોમાં 46.50 ની એવરેજથી 1,767 રન બનાવ્યા હતા, જેમાં 4 સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે.

રાહુલ દ્રવિડ એક કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનમાં ત્રીજા નંબરે છે. 1999માં દ્રવિડે 43 વનડેમાં 46.34ની એવરેજથી 1,761 રન બનાવ્યા હતા. તે વર્ષે તેને 6 સદી અને 8 અડધી સદી પણ ફટકારી હતી.

કેપ્ટન શુભમન ગિલ એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનમાં ચોથા નંબરે છે. 2023 માં શુભમન ગિલે 29 ODI મેચમાં 63.36 ની એવરેજથી 1,584 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે.

રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનમાં પાંચમા નંબરે છે. 2019 માં, રોહિતે 28 ODI મેચમાં 27 ઈનિંગમાં 57.30 ની એવરેજથી 1490 રન બનાવ્યા. તે વર્ષે તેને 7 સદી અને 6 અડધી સદી ફટકારી.





