Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

વર્ષ 2026માં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

વર્ષ 2026માં સૌથી વધુ ODI રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનમાં નેપાળના 2 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પરંતુ ભારતના સ્ટાર ખેલાડીનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન કોણ છે તે જાણો.
Nancy ShuklaUpdated on: 22 Sep 2026 03:22 PM IST
1 / 5
Gallery Image 1

ભારતીય કેપ્ટન શુભમન ગિલ 2026 માં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 9 ODI મેચોમાં 8 ઈનિંગમાં 93.50 ની એવરેજથી 561 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે.

2 / 5
Gallery Image 2

2026માં ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનમાં નેપાળનો દિપેન્દ્ર સિંહ એરી બીજા નંબરે છે. તેને આ વર્ષે 14 ODI મેચ રમી, 13 ઈનિંગમાં 39.46ની એવરેજથી 513 રન બનાવ્યા. તેને આ વર્ષે 1 સદી અને 5 અડધી સદી ફટકારી.

3 / 5
Gallery Image 3

નેપાળના આસિફ શેખ 2026માં ODIમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. આસિફે આ વર્ષે 13 ODIમાં 38.23 ની એવરેજથી 497 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે.

4 / 5
Gallery Image 4

ઈંગ્લેન્ડનો શક્તિશાળી બેટ્સમેન જો રૂટ 2026 માં સૌથી વધુ ODI રન બનાવનારા બેટ્સમેનમાં ચોથા નંબરે છે. આ વર્ષે જો રૂટનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. તેને ફક્ત 6 ODI મેચમાં 91.00 ની એવરેજથી 496 રન બનાવ્યા છે. આ વર્ષે તેને દરેક ODI મેચમાં 50 થી વધુ રન બનાવ્યા છે. આ વર્ષે તેને 5 અડધી સદી અને 1 સદી ફટકારી છે.

5 / 5
Gallery Image 5

બાંગ્લાદેશનો તન્ઝીદ હસન 2026 માં વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમા નંબરે છે. તન્ઝીદે આ વર્ષે 12 વનડેમાં 44.18 ની એવરેજથી 486 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 107 છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.