Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

ODIમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન

ODI Cricket: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI સિરીઝ શરૂ થવાની છે. શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન છે, પરંતુ બધાની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે.
Nancy ShuklaUpdated on: 26 Sep 2026 05:17 PM IST
1 / 5
Gallery Image 1

વેસ્ટ ઈન્ડીઝ સામે સૌથી વધુ વનડે સદીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે 43 મેચ રમી છે, જેમાં તેને 9 સદી ફટકારી છે. આ બાબતમાં તે અન્ય ભારતીય બેટ્સમેનથી ઘણો આગળ છે.

2 / 5
Gallery Image 2

આ લિસ્ટમાં સચિન તેંડુલકર બીજા નંબરે આવે છે. સચિને પોતાના કરિયરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 39 મેચ રમી હતી, જેમાં તેને 4 સદી ફટકારી હતી. તે 11 અડધી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો હતો.

3 / 5
Gallery Image 3

યુવરાજ સિંહ ત્રીજા નંબરે છે. તેને પોતાના કરિયરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 31 મેચ રમી છે, જેમાં 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

4 / 5
Gallery Image 4

રોહિત શર્મા ચોથા નંબરે આવે છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે 37 મેચ રમી છે, જેમાં તેને અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. જો તે આ સિરીઝ દરમિયાન બીજી સદી ફટકારે છે, તો તે યુવરાજ સિંહને પાછળ છોડી દેશે.

5 / 5
Gallery Image 5

રાહુલ દ્રવિડ પણ આ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. પોતાના ODI કરિયરમાં રાહુલ દ્રવિડે વેસ્ટ ઈન્ડિઝ સામે 40 મેચ રમી, જેમાં 3 સદી અને 8 અડધી સદી ફટકારી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.