Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

ODI વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનાર ભારતીય ખેલાડી

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ભારતીય ખેલાડી કોણ છે. જાણો.
Nancy ShuklaUpdated on: 06 Oct 2026 09:11 PM IST
1 / 5
Gallery Image 1

મિતાલી રાજ હજુ પણ ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ મેચોમાં ભારતીય વિમેન્સ ટીમનું નેતૃત્વ કરવાનો રેકોર્ડ ધરાવે છે. મિતાલીએ 2004 થી 2022 સુધી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે 155 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 89 જીત અને 63 હારનો સમાવેશ થાય છે.

2 / 5
Gallery Image 2

વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ માટે કેપ્ટનશીપ કરનારી કેપ્ટનશીપના લિસ્ટમાં હરમનપ્રીત કૌર બીજા નંબરે છે. હરમનપ્રીતે 2022 થી 2026 દરમિયાન 51 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ 30 વનડે જીતી હતી અને 19 હારનો સામનો કરવો પડ્યો હતો. 1 મેચ ટાઈ રહી હતી અને 1 અનિર્ણિત રહી હતી.

3 / 5
Gallery Image 3

અંજુમ ચોપરાએ 28 વનડેમાં ભારતીય વિમેન્સ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે 10 મેચ જીતી હતી અને 17 મેચ હારી હતી.

4 / 5
Gallery Image 4

ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામી આ લિસ્ટમાં ચોથા નંબરે છે. ઝુલને 2008 થી 2011 દરમિયાન 25 વનડેમાં ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 12 વનડે જીતી હતી અને 13 હારી હતી.

5 / 5
Gallery Image 5

વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર મમતા માબેન પાંચમા નંબરે છે. મમતા માબેન 2003 થી 2004 દરમિયાન ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેણે 19 વનડે મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે 14 વનડે જીતી હતી, જેમાં ફક્ત 5માં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.