Jamnagar : વિકસિત ભારત-2047ની થીમ પર 1500થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો


આ કાર્યક્રમમાં જામનગર શહેર અને તાલુકાની 600થી વધુ શાળાઓના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત’, ‘શિક્ષિત ભારત’, ‘પર્યાવરણ’ અને ‘ગ્રામીણ સંસ્કૃતિ’ જેવા વિષયો પર આકર્ષક ચિત્રો બનાવ્યા હતા.

આ સાથે જ ‘વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં 65 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કૌશલ્યની સરાહના કરી હતી.

પ્રાસંગિક ઉદબોધન આપતાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાઓ માત્ર એક હરીફાઈ નથી, પરંતુ તમારા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ તે કલ્પનાને સાકાર કરવાનો મંચ છે. આજની યુવા પેઢી કૌશલ્ય, વિઝન અને ઉત્સાહ સાથે આવનારા ભવિષ્યનું નિર્માણ કરશે.

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનોને સશક્ત બનાવવા માટે આશરે 17 કરોડ જેટલી રોજગારીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને સમાન તકો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે. માતૃશક્તિના વિકાસના આધારે જ દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીએ ઉપસ્થિત સૌને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષમાં ભારતે વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ સર કરી છે. તેમણે સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓને 'વિકસિત ભારત-૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.
સંબંધિત સમાચાર

Albania Protest News: અલ્બેનિયામાં સરકાર વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો; PM એડી રામાના રાજીનામાની માગ

Bhupen Hazarika Centenary: PM મોદી આજે ભુપેન હજારિકાની જન્મ શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં જોડાશે


