Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Jamnagar : શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે પ્રદર્શન મેદાન ખાતે નવરાત્રિ પર્વ માટે વિશેષ 'સ્વદેશી હસ્તકલા હાટ'નો શુભારંભ

Jamnagar : ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ કાર્યરત ઈન્ડેક્સ્ટ-સી દ્વારા જામનગરના પ્રદર્શન મેદાન ખાતે 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન 7 દિવસીય 'સ્વદેશી હસ્તકલા હાટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 04:44 PM IST
1 / 5
Gallery Image 1

આ પ્રસંગે મંત્રીએ મેળાને ખુલ્લો મૂકી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત સ્વદેશી વસ્તુઓની ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી અને ડિજિટલ ઈન્ડિયાના અભિગમને વેગ આપતાં ઓનલાઈન ચુકવણું કર્યું હતું.

2 / 5
Gallery Image 2

રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાના હેતુથી આ હાટનું આયોજન કરાયું છે.

3 / 5
Gallery Image 3

આ મેળાનો સમય દરરોજ સવારે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા, દેવભૂમિ-દ્વારકા, બનાસકાંઠા, ગાંધીનગર, જુનાગઢ તેમજ ભરૂચ, બોટાદ, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર, સુરત અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી 71 જેટલા કારીગરો, હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સખી મંડળો અને ક્લસ્ટર્સના કારીગરો ભાગ લઈ રહ્યા છે.

4 / 5
Gallery Image 4

આ હસ્તકલા હાટમાં કારીગરો દ્વારા ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ જેવી કે ભરતકામ, બાંબુવર્ક, લેધરવર્ક, ઈમિટેશન જ્વેલરી, પેચવર્ક, મોતીકામ, વુલનીટીંગ, બ્લોક પ્રિન્ટીંગ અને માટીકામની સુંદર વસ્તુઓ પ્રદર્શન-સહ-વેચાણ અર્થે મૂકવામાં આવી છે. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા અને કલાત્મક ચીજવસ્તુઓની સીધી ખરીદી કરવા મંત્રી રિવાબા જાડેજા તથા ઈન્ડેક્સ્ટ-સીના કાર્યવાહક નિયામક ડો. એસ. જે. જોશી દ્વારા જામનગરની જનતાને મુલાકાત લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

5 / 5
Gallery Image 5

આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષ નેતા અમર મોદી, શહેર પ્રાંત અધિકારી સુધીર બારડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.