Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ભારતીય બેટ્સમેન


જ્યારે ન્યૂઝીલેન્ડમાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ભારતીય બેટ્સમેનની વાત આવે છે, ત્યારે સચિન તેંડુલકર લિસ્ટમાં ટોપ પર છે. સચિને પોતાની કારકિર્દી દરમિયાન ન્યૂઝીલેન્ડમાં કુલ 11 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 18 ઈનિંગમાં 49.52 ની એવરેજથી 842 રન બનાવ્યા હતા. તેને ન્યૂઝીલેન્ડમાં 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. તેમનો હાઈએસ્ટ સ્કોર 160 હતો.

ભૂતપૂર્વ ભારતીય બેટિંગ દિગ્ગજ અને કોચ રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. દ્રવિડે ન્યૂઝીલેન્ડમાં 7 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 14 ઈનિંગમાં 63.83 ની એવરેજથી 766 રન બનાવ્યા હતા. દ્રવિડે 2 સદી અને 5 અડધી સદી પણ ફટકારી હતી, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 190 હતો.

ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન ત્રીજા નંબરે છે. તેને ન્યૂઝીલેન્ડમાં 6 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 8 ઈનિંગમાં 74.42ની એવરેજથી 521 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી, જેમાં તેમનો હાઈએસ્ટ સ્કોર 192 હતો.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા નંબરે છે. તેને ન્યૂઝીલેન્ડમાં 3 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 6 ઈનિંગમાં 89.00 ની એવરેજથી 445 રન બનાવ્યા હતા. ગંભીરે ન્યૂઝીલેન્ડમાં 2 સદી અને 1 અડધી સદી પણ ફટકારી હતી. તેનો હાઈએસ્ટ સ્કોર 167 હતો.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કર ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા નંબરે છે. સુનિલ ગાવસ્કરે પોતાના કરિયર દરમિયાન ન્યૂઝીલેન્ડમાં 6 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 10 ઈનિંગમાં 43.55 ની એવરેજથી 392 રન બનાવ્યા હતા. તેને ન્યૂઝીલેન્ડમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.

Nancy Shukal
Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.




