Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે, જ્યારે વિરાટ કોહલી 15,000 થી વધુ રન સાથે બીજા ક્રમે છે.
Nancy ShuklaUpdated on: 28 Sep 2026 09:28 PM IST
1 / 5
Gallery Image 1

જ્યારે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીની વાત આવે છે, ત્યારે સચિન તેંડુલકર આ લિસ્ટમાં ટોપ પર છે. સચિન તેંડુલકરે 463 ODI મેચમાં 463 ઈનિંગમાં 18,426 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને 49 સદી અને 56 અડધી સદી ફટકારી છે. સચિને આ બધા રન 44.83 ની એવરેજ અને 86.23 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 200 અણનમ છે.

2 / 5
Gallery Image 2

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વનડેમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં 15,000 વનડે રન પૂરા કર્યા. તેને 315 વનડે મેચમાં 303 ઈનિંગમાં 59.13 ની એવરેજ અને 94.30 ના સ્ટ્રાઈક રેટ સાથે 15,080 રન બનાવ્યા છે. તેને 55 સદી અને 79 અડધી સદી ફટકારી છે.

3 / 5
Gallery Image 3

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન દિગ્ગજ કુમાર સંગાકારા વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને 404 મેચમાં 380 ઈનિંગમાં 41.98 ની એવરેજથી 14,234 રન બનાવ્યા છે, જેમાં 25 સદી અને 93 અડધી સદી અને 78.86 ના સ્ટ્રાઈક રેટનો સમાવેશ થાય છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 169 છે.

4 / 5
Gallery Image 4

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન રિકી પોન્ટિંગ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે છે. પોન્ટિંગે પોતાના કરિયરમાં 375 વનડે રમી હતી, જેમાં 365 ઈનિંગમાં 42.03ની એવરેજથી 13,704 રન બનાવ્યા હતા. પોન્ટિંગે વનડેમાં 30 સદી અને 82 અડધી સદી ફટકારી હતી.

5 / 5
Gallery Image 5

`શ્રીલંકાના સનથ જયસૂર્યા સૌથી વધુ વનડે રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને પોતાના કરિયર દરમિયાન 445 વનડે મેચની 433 ઈનિંગમાં 13,430 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 91.20 હતો અને તેને 32.36 ની એવરેજથી બેટિંગ કરી હતી. તેને 28 સદી અને 68 અડધી સદી ફટકારી હતી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.