Gujarat BJP Sneh Milan: ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત


કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના નેતાઓ, કાર્યકરો અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

તરૂણ ચુઘે જણાવ્યું હતું કે, 50 કરોડ નાગરિકોને ગરીબી રેખામાંથી બહાર લાવી તેમના ઘરમાં દીપ પ્રજ્વલિત કરીને વડાપ્રધાન મોદીએ દિવાળી પર્વની ઉજવણી સાર્થક કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, 4 કરોડ લોકોને આવાસ અને 19 કરોડ લોકોને નલ સે જલ યોજના હેઠળ પીવાનું પાણી પહોંચાડીને ગરીબોના ઘર સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ સંકલ્પને પૂર્ણ કરવા ભાજપ તમામ પ્રયાસો કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, સ્નેહ મિલન કાર્યક્રમનો હેતુ પરસ્પર સ્નેહમાં વધઘટ ન થાય અને સૌનો સ્નેહ જળવાઈ રહે તે માટેનો અવસર છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રજાજનોએ જે વિશ્વાસ મૂક્યો છે, તેને પરિપૂર્ણ કરવા નવા વર્ષે સંકલ્પ લેવો જોઈએ. વડાપ્રધાને નાનામાં નાના માણસને કેન્દ્રસ્થાને રાખીને યોજનાઓ બનાવી છે અને તેનું પરિણામ જોવા મળી રહ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને પ્રફુલ્લિત મનથી કામ કરવાની અપીલ કરતાં જણાવ્યું કે, મન પ્રફુલ્લિત હોય તો કાર્યની ગતિ ઝડપી બને છે. નવા સંકલ્પ સાથે સ્નેહ મિલનમાંથી સૌએ આગળ વધવું જોઈએ.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




