Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Gir Somnath: ઉનામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ, દીપાબેન બાંભણિયાના નેતૃત્વમાં 25 વર્ષથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એસી ગ્રુપ દ્વારા આયોજિત મહિલા સંચાલિત ગરબી મંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 06:22 PM IST
1 / 5
Gallery Image 1

રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકીના સુપુત્રી દીપાબેન બાંભણિયાના આયોજન હેઠળ છેલ્લા 25 વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે, જેમાં હજારો મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. નવરાત્રિ એટલે મા આધ્યશક્તિની આરાધનાનો પર્વ. ઉનામાં યોજાતા આ મહોત્સવમાં ઉના પંથકનાં 142 ગામો ઉપરાંત દીવ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ગરબા રમવા આવે છે. ખાસ વાત એ છે કે અહીં ગરબા રમવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

2 / 5
Gallery Image 2

આધુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇવ પ્રસારણ અને આકર્ષક રોશની વચ્ચે ગરબા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આયોજકો દ્વારા દરરોજ લાખો રૂપિયાનાં ઇનામો આપવામાં આવતા હોવાની માહિતી છે. મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

3 / 5
Gallery Image 3

તાજેતરમાં પંજાબ-હરિયાણાના જાણીતા ત્રિશૂલધારી ગ્રુપ દ્વારા મહાકાલ આરતી, અસુર સંહાર, ભદ્રકાળી નૃત્ય અને શિવતાંડવ જેવી કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાતના જાણીતા ફિલ્મ કલાકારોની હાજરી પણ મહોત્સવનું આકર્ષણ વધારે છે. મહિલાઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ગરબા ગ્રાઉન્ડ તથા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

4 / 5
Gallery Image 4

પોલીસ બંદોબસ્ત સાથે સ્વયંસેવકોની ટીમ પણ સતત તૈનાત રહે છે, જેથી મહિલાઓ નિર્ભય બનીને ગરબાની મજા માણી શકે. ઉના નગરપાલિકાના ભાજપના નગરસેવક મનોજ બાંભણિયા અને તેમની ટીમ દ્વારા સ્વચ્છતા, વ્યવસ્થા અને સલામતીની જવાબદારી સંભાળવામાં આવે છે. રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના પ્રતિનિધિઓ પણ મહોત્સવમાં હાજરી આપે છે.

5 / 5
Gallery Image 5

આ મહિલા સંચાલિત નવરાત્રિ મહોત્સવ ધાર્મિક ઉત્સવની સાથે મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને સામૂહિક સહભાગિતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.