Gandhinagar : IAS વાઈવ્સ વેલફેર એસોસિએશનના નવરાત્રી ગરબામાં CM ભૂપેન્દ્ર પટેલે મા અંબાની આરતી ઉતારી

Gandhinagar : ગાંધીનગરમાં IAS વાઈવ્સ વેલફેર એસોસિએશન દ્વારા નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા આદ્યશક્તિની આરતી ઉતારી નવરાત્રીના પાવન પર્વે ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી હતી.

મુખ્ય સચિવ એમ.કે. દાસ તથા એસોસિએશનના પ્રમુખ સી.વી. સોમ અને ચંદ્રાણી સોમ સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ સહિતના અધિકારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સવમાં ભાગ લીધો હતો.

IAS વાઈવ્સ વેલફેર એસોસિએશનના આ વાર્ષિક ગરબા ઉત્સવમાં ભક્તિ, પરંપરા અને સાંસ્કૃતિક ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.





