સાળંગપુરધામમાં દાદાનો દિવ્ય શણગાર, ગુલાબના ફૂલોથી ખીલી ઉઠ્યું ગર્ભગૃહ


શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવેલા આ વિશેષ શણગારમાં દાદાનું દિવ્ય અને મનમોહક સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાદાના શણગાર સાથે મંદિરના ગર્ભગૃહને પણ લાલ અને ગુલાબી ગુલાબના સુંદર ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ દાદાના દિવ્ય શણગારના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગુલાબના ફૂલોની સજાવટ અને દાદાના સ્વર્ણ આભૂષણોથી સમગ્ર ગર્ભગૃહનું વાતાવરણ વધુ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન માટે સાળંગપુરધામ પહોંચ્યા હતા.

આ સાથે મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ અને યજ્ઞમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.

તા. 12 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા સુંદર વાઘા અને સ્વર્ણ આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે
સંબંધિત સમાચાર

Jaggu Gang: મોલ્ડોવાથી ડિપોર્ટ થતાં જ જગ્ગૂ ગેંગના ગુર્ગા અમૃત ડાલમની ધરપકડ, હવે ખુલશે વિદેશી કનેક્શનનું રહસ્ય!

Surat : સાપે ડંખ માર્યો તો મરેલો સાપ થેલીમાં ભરી હોસ્પિટલ પહોંચ્યા આધેડ, દર્દીઓ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા


