Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Dahod: નવરાત્રિમાં અનોખી પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, દંપતી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Kunjan ShuklaUpdated on: 17 Oct 2026 11:25 AM IST
1 / 5
Gallery Image 1

ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવવા માટે દંપતીએ ખાસ પાઘડી તૈયાર કરાવી હતી, જે ગરબા રમવા આવેલા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.

2 / 5
Gallery Image 2

તાજેતરમાં દુબઈ જતી ફ્લાઈટમાં પાયલોટ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂળ ભારતીય અને ગુજરાતના પાયલોટ સ્મિત મચ્છરે હિંમત અને સૂઝબૂઝ દાખવી હતી. તેમણે પડકારજનક સંજોગો વચ્ચે ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં તેમણે 174 લોકોના જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવાયું હતું. તેમની આ બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાની દેશભરમાં પ્રશંસા થઈ હતી.

3 / 5
Gallery Image 3

સ્મિત મચ્છરની આ હિંમતને બિરદાવવા માટે દાહોદના એક દંપતીએ અનોખી પહેલ કરી હતી. દંપતીએ ખાસ મોટી પાઘડીઓ તૈયાર કરાવી હતી. જેમાં યુવકની પાઘડીનું વજન આશરે આઠ કિલો, જ્યારે મહિલાની પાઘડીનું વજન આશરે બે કિલો હતું. આટલી વજનદાર પાઘડીઓ પહેરીને દંપતીએ નવરાત્રિના ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

4 / 5
Gallery Image 4

પરંપરાગત પોશાક અને વિશાળ પાઘડીઓ સાથે ગરબે ઘૂમતા આ દંપતીને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગરબા ચોકમાં હાજર લોકો માટે આ અનોખી પાઘડીઓ ખાસ આકર્ષણ બની હતી. અનેક લોકોની નજર દંપતી પર ટકેલી રહી હતી.

5 / 5
Gallery Image 5

નવરાત્રિ માત્ર માતાજીની આરાધના અને ગરબા પૂરતું સીમિત નથી, પરંતુ આ પર્વ દરમિયાન લોકો પોતાની સર્જનાત્મકતા અને અનોખી રીતે લાગણીઓ પણ વ્યક્ત કરતા હોય છે. દાહોદના આ દંપતીએ પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવીને અનોખી રીતે સન્માન વ્યક્ત કર્યું હતું. આ રીતે નવરાત્રિના ઉત્સવમાં પરંપરા, દેશપ્રેમ અને બહાદુરીને બિરદાવવાનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો હતો.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.