Dada Bhagwan Janmajayanti: આણંદમાં 119મી જન્મજયંતીની ઉજવણી


દાદા ભગવાનની 119મી જન્મજયંતી મહોત્સવની શરૂઆત પૂજ્યશ્રીના આગમન બાદ ભગવંતો અને દાદાને વંદન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રિમંત્રનું પઠન અને નમસ્કાર વિધિ યોજાઈ હતી. પૂજ્યશ્રીએ જન્મજયંતી નિમિત્તે વિશેષ સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ભાવનાની સામાયિકમાં ભાગ લીધો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં ઉપસ્થિત રહી દાદા ભગવાનનાં દર્શન કર્યા હતા. સ્ટેજની મધ્યમાં બિરાજમાન દાદાશ્રીની મૂર્તિ તેમજ દાદા-નીરુમાના ફોટાનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી આરતીમાં મુખ્યમંત્રીએ પણ પૂજ્યશ્રી સાથે જોડાઈને આરતીનો લાભ લીધો હતો અને આશીર્વાદ મેળવ્યા હતા.

જન્મજયંતી મહોત્સવ દરમિયાન સૌ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદાશ્રી અને પૂજ્યશ્રીને હાર પહેરાવી અભિવાદન કર્યું હતું. તેના પ્રતિસાદરૂપે પૂજ્યશ્રીના હસ્તે મુખ્યમંત્રીને 'શંકા બુક' (Shanka Book) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આધ્યાત્મિક પરંપરા અને ગુરુવંદનાની ભાવના જોવા મળી હતી.

કાર્યક્રમના અંતે પૂજ્યશ્રીએ આગામી જન્મજયંતી મહોત્સવ જામનગર ખાતે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જામનગરના મહાત્માઓએ ઉપસ્થિત સૌને આગામી મહોત્સવમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આ સાથે આગામી જન્મજયંતી મહોત્સવને લઈને પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ મહોત્સવમાં મંત્રી રમણભાઈ સોલંકી, પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધા, મેયર દીપિકાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, મ્યુનિસિપલ કમિશનર આર.એન. ડોડિયા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહોત્સવમાં ભાગ લીધો હતો.

Nisha Parmar
Nisha Parmar is a dedicated Journalist at Growth Now News, specializing in digital news writing and multimedia content creation. She manages daily news stories and visual media across the platform, focusing on clear, accurate, and timely reporting for readers every day.
સંબંધિત સમાચાર

Albania Protest News: અલ્બેનિયામાં સરકાર વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો; PM એડી રામાના રાજીનામાની માગ

Bhupen Hazarika Centenary: PM મોદી આજે ભુપેન હજારિકાની જન્મ શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં જોડાશે


