Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Bhavnagar : તરણેતર મેળામાં લોકરાસની સ્પર્ધામાં સંસ્કાર ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું, રૂપિયા 50,000નું ઈનામ મેળવ્યું

વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ભાવનગરના કીર્તિદેવસિંહ ગોહિલ સંચાલિત સંસ્કાર ગ્રુપે લોકરાસની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 10:12 AM IST
1 / 5
Gallery Image 1

તરણેતર મેળામાં ગુજરાત ટુરિઝમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંસ્કાર ગ્રુપની લોકરાસની પ્રસ્તુતિને વિનર શોમાં પણ રજૂઆત માટે પસંદ કરવામાં આવી હતી. ઈનામની જાહેરાત દરમિયાન સંસ્કાર ગ્રુપને પ્રથમ સ્થાન સાથે રૂ.50,000નું ઈનામ આપવામાં આવ્યું હતું.

2 / 5
Gallery Image 2

જોકે, પ્રસ્તુતિ બાદ હરીફાઈના નિયમોમાં કેટેગરીના સ્તરે ફેરફાર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં હરીફાઈમાં ભાગ લેવા માટે સામાન્ય રીતે ટ્રેક મ્યુઝિક પર રાસની રજૂઆત કરવાની હતી, જ્યારે સંસ્કાર ગ્રુપે લાઈવ મ્યુઝિક સાથે રાસની પ્રસ્તુતિ કરી હતી. નિયમોના કારણે શરૂઆતમાં ગ્રુપને હરીફાઈમાં ભાગ લેવાનો સમાવેશ ન હતો, પરંતુ તેમની પ્રસ્તુતિ જોયા બાદ નવી કેટેગરી બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

3 / 5
Gallery Image 3

નિર્ણાયકો દ્વારા સંસ્કાર ગ્રુપના કલાકારોની રજૂઆતને ધ્યાનમાં લઈ નવી કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્કાર ગ્રુપે હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગ્રુપના સંચાલક કીર્તિદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “અમે હરીફાઈમાં ભાગ લેવાના નહોતા. અમારી પ્રસ્તુતિના આધારે હરીફાઈની કેટેગરી અને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો તે અમારા માટે મોટું સન્માન છે.”

4 / 5
Gallery Image 4

સંસ્કાર ગ્રુપની આ સફળતાથી ભાવનગરના લોકનૃત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. ગ્રુપના કલાકારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

5 / 5
Gallery Image 5

સંસ્કાર ગ્રુપના કલાકારો: પ્રિયાંશી ભટ્ટ, વિભૂતિ ઝાલા, જ્યોતિ ગોહિલ, મિતલ હીરાણી, તનવી હીરાણી, ધૈર્યદીપસિંહ ગોહિલ, હાર્દિક ધાપા, મિત્રરાજસિંહ વાળા, અંકિત ચાડ અને કલેશ પરમાર સહિતના કલાકારોએ રાસની પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.