Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Bhavnagar : એક વર્ષમાં 'શ્રીવાસ્ત્રાલય'ને મળી 1,097 સાડી, જરૂરિયાતમંદ દીકરીઓ માટે બની સહારો

Bhavnagar : ડો. નિયતિબેન પંડ્યાની પહેલથી શરૂ થયેલી આ સાડી બેન્ક જરૂરિયાતમંદ દીકરીઓ માટે મદદરૂપ બની રહી છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 07:09 PM IST
1 / 5
Gallery Image 1

ભાવનગરમાં મહિલા સશક્તિકરણ અને સેવાભાવના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી 'શ્રીવાસ્ત્રાલય' સાડી બેન્કને એક વર્ષમાં 1,097 જેટલી સાડીઓ અને ચણિયાચોળીનું દાન મળ્યું છે.

2 / 5
Gallery Image 2

17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાભાવ અને મહિલા સશક્તિકરણની ભાવનાથી 'શ્રીવાસ્ત્રાલય'ની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ પાછળનો મુખ્ય હેતુ સંપન્ન પરિવારોમાં વણવપરાયેલી અને સારી સ્થિતિમાં રહેલી સાડીઓ જરૂરિયાતમંદ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચાડવાનો છે.

3 / 5
Gallery Image 3

લગ્ન કે અન્ય શુભ પ્રસંગોએ જરૂરિયાતમંદ દીકરીઓને સારા વસ્ત્રો વિનામૂલ્યે મળી રહે અને સંપન્ન પરિવારોની ઉપયોગમાં ન આવતી સાડીઓ કોઈના કામમાં આવે તેવા ઉમદા હેતુથી સાડી બેન્ક શરૂ કરવામાં આવી હતી.

4 / 5
Gallery Image 4

'શ્રીવાસ્ત્રાલય'ને અત્યાર સુધીમાં 1,097 જેટલી સાડીઓ અને ચણિયાચોળી મળી ચૂક્યા છે. જેમાંથી 450થી વધુ સાડી અને ચણિયાચોળી જરૂરિયાતમંદ દીકરીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

5 / 5
Gallery Image 5

આ ઉપરાંત સમૂહ લગ્ન પ્રસંગે 250 જેટલી દીકરીઓને સાડીઓ આપવામાં આવી હતી. આ પહેલના કારણે જરૂરિયાતમંદ દીકરીઓ માટે લગ્ન અને શુભ પ્રસંગોમાં શણગાર માટે કપડાં ઉપલબ્ધ થઈ રહ્યા છે. સાથે જ સમાજમાં પુનઃઉપયોગ અને દાનની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.