Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Bhavnagar : તળાજામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 800થી વધુ લાભાર્થીઓને રૂપિયા 77 લાખથી વધુની સાધન સહાયનું કરાયું વિતરણ

તળાજા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને સહાયરૂપ બનવાના હેતુથી સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 02:26 PM IST
1 / 5
Gallery Image 1

તળાજા ITI ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

2 / 5
Gallery Image 2

આ કેમ્પ દરમિયાન 800થી વધુ લાભાર્થીઓને રૂ.77 લાખથી વધુની કિંમતના નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓની જરૂરિયાત મુજબ વ્હીલચેર, વોકર સહિત વિવિધ સહાયક સાધનો આપવામાં આવ્યા હતા.

3 / 5
Gallery Image 3

કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
Gallery Image 4

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં સરળતા મળે તેમજ તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાયક સાધનો મળતા તેમના જીવનમાં ઉપયોગી સહાય મળી રહે છે.

5 / 5
Gallery Image 5

કેમ્પમાં લાભાર્થીઓને સરકારની યોજનાનો સીધો લાભ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા સ્થાનિક કાર્યકરો તથા સંબંધિત વિભાગના સહયોગથી કરવામાં આવી હતી.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.