Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Ahmedabad: રખિયાલના પ્રાચીન મેલડી માતાજીના મંદિરે 1,100 દિવડાની મહાઆરતી યોજાઈ

રખિયાલના પ્રાચીન શ્રી મેલડી માતાજીના મંદિરે આજે આઠમ નિમિત્તે સાંજે 7 કલાકે 1,100 દિવડાની મહાઆરતી યોજાઈ.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 09:18 PM IST
1 / 5
Gallery Image 1

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ પૂર્વ ઝોનની કચેરી સામે આવેલા જૂના અને સુપ્રસિદ્ધ મેલડી માતાજીના મંદિરે આજે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 5
Gallery Image 2

આ પ્રસંગે જૂનાગઢથી વિશેષ પધારેલા મહંત શ્રી 108 પ્રભુનંદગીરી પંચ દશનામ જુના અખાડા જુનાગઢના મહંત સહિત અન્ય સંતો, સ્વયંસેવકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

3 / 5
Gallery Image 3

માતાજીના ચોકમાં યોજાનારી મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા.

4 / 5
Gallery Image 4

નવરાત્રિની આઠમ નિમિત્તે સમગ્ર રખિયાલ વિસ્તાર સહિત મેલડી માતાજીના મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોના હારથી શણગારી આકર્ષક સજાવટ કરવામાં આવી છે.

5 / 5
Gallery Image 5

આજે માતાજીની વિશેષ પૂજા-અર્ચના સાથે વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે અને ત્યારબાદ ભવ્ય મહાઆરતી કરવામાં આવી વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહેલા આ પ્રાચીન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.