ફોટો ગેલેરી

19 વર્ષથી ગુજરાતની ‘જીવાદોરી’ બની 108 સેવા, 19.66 લાખથી વધુ જિંદગી બચાવી

108 સેવા એટલે માત્ર એમ્બ્યુલન્સ નહીં, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા મળતી ‘પ્રિ-હોસ્પિટલ કેર’.
Vivek Shah
Vivek Shah
1 / 6
Gallery Image 1

દરરોજ સરેરાશ 4780 જેટલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ નિઃશુલ્ક સેવા આજે રાજ્યના દરેક છેવાડાના નાગરિક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

2 / 6
Gallery Image 2

ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણ, પ્રતિ મિનિટ સરેરાશ 10 કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં મદદ પહોંચી.

3 / 6
Gallery Image 3

108 નંબર પર આવતા 99 ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે.

4 / 6
Gallery Image 4

સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે. સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13:09 મિનિટ છે.

5 / 6
Gallery Image 5

મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે 24 કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

6 / 6
Gallery Image 6

આ ઉપરાંત નાગરિકોની સરળતા માટે 108 સીટીઝન મોબાઈલ એપ્લિકેશન' અને ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેસ 108 ઈમરજન્સી સેવા તેમજ એમ-ગવર્નન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે