
Russia Ukraine war: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ હુમલા અટક્યા ન હોવાનો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ડ્રોન હુમલાઓએ ફરી એકવાર પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. રશિયાના મોસ્કો ક્ષેત્રમાં ડ્રોનના કાટમાળથી 6 મહિનાના બાળકનું મોત થયું હતું. મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે શિશુને બે અન્ય બાળકો સાથે ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.