આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં અનોખી ઉજવણી જોવા મળી હતી. રેસકોર્સ ખાતે આવેલા લોકમાન્ય તિલક સ્નાનાગાર ગૃહમાં 50 જેટલી મહિલાઓ અને 15 જેટલા બાળકોએ એક્વા યોગા કરીને યોગનું મહત્વ ઉજાગર કર્યું હતું. મહિલાઓએ જણાવ્યું હતું કે ઋષિમુનિઓએ આપેલી યોગની પરંપરા કુદરતની અમૂલ્ય બક્ષિસ છે અને એક દિવસ નહીં પરંતુ જીવનભર યોગને અપનાવવો જોઈએ. એક્વા યોગા શરીર માટે ખૂબ જ લાભદાયી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.