
આજની વ્યસ્ત જીવનશૈલીમાં વધતું વજન એક સામાન્ય સમસ્યા બની રહ્યું છે. સ્થૂળતા માત્ર શરીરનું વજન વધારતી નથી, પરંતુ ટાઇપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે. તેથી વજન નિયંત્રણ માટે માત્ર ડાયટ નહીં, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.

આજકાલ વધતું વજન અનેક લોકો માટે ચિંતાનો વિષય બન્યું છે. વજન ઘટાડવા અને ફિટ રહેવા ઇચ્છતા લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો કે ફાઇબરયુક્ત આહારને પ્રાથમિકતા આપવી. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે શરીરના યોગ્ય કાર્ય માટે પ્રોટીન અને ફાઇબર બંને જરૂરી છે, પરંતુ તેમના ફાયદા અલગ-અલગ છે.