Ahmedabad Weapon Ban 2026: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હથિયારબંધી અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ 18 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમદાવાદ શહેરના 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક પ્રકારના હથિયારો સાથે જાહેરમાં ફરવા તેમજ કેટલીક પ્રતિબંધિત...