
હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી સતત વધી રહી છે અને હાલમાં નદીનું જળસ્તર 15 ફૂટ સુધી પહોંચી ગયું છે. જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સતત વરસાદના પગલે જિલ્લાના અંદાજે 47 જેટલા ગ્રામ્ય માર્ગો પ્રભાવિત થયા છે, જેના કારણે અનેક ગામોની અવરજવર મુશ્કેલીમાં મુકાઈ છે.