રાજકોટના રૈયા રોડ પર પૂરપાટ ઝડપે દોડતી એક વર્ના કારએ સ્કૂટર સહિત બે વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્પીડબ્રેકર પર કાર ઠેકાતા વધુ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.