વંથલી: જુનાગઢ જિલ્લાના વંથલી નજીક હોનેસ હોટલ પાસે આવેલા નેશનલ હાઈવે પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા (ઉંમર 62 વર્ષ) અને તેમના પત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા (ઉંમર 60 વર્ષ) જુનાગઢ તરફથી પોતાના ગામ...