
Bhupendra Patel BAPS Akshardham Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. 22 ઓગસ્ટ, 2026ના રોજ થયેલી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અક્ષરધામની ભવ્યતા, આધ્યાત્મિક વાતાવરણ, ભારતીય સંસ્કૃતિની રજૂઆત અને સેવાભાવી સ્વયંસેવકોની કામગીરીની પ્રશંસા કરી હતી.

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.