
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 300 અબજ ડોલરની આર્થિક મદદ આપવાના દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ અહેવાલોને 'ફેક ન્યૂઝ' ગણાવ્યા હતા.

US-Iran Deal: અમેરિકા અને ઈરાની વાટાઘાટકારો યુદ્ધવિરામ લંબાવવા અને પરમાણુ કાર્યક્રમ પર નવી વાટાઘાટો શરૂ કરવા માટે 60 દિવસના સમજૂતી કરાર (MOU) પર સંમત થયા છે. જો કે, આ ઐતિહાસિક રાજદ્વારી સફળતાને સીલ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે.