સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીને પાણીની લાઇનના કામનું બિલ મંજૂર કરવા બદલ ₹45 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જ અધિકારી વર્ષ 2021માં પણ લાંચ લેતા ઝડપાયો હતો. બીજી વખત ACBના જાળમાં ફસાતા મનપાના તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.