
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. ચારેય યુવકો એક જ મોટરસાઇકલ પર સવાર થઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક રસ્તાની બાજુમાં આવેલા એક જૂના મકાનની દિવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલ ધરાશાયી થઈ ગઈ અને ચારેય યુવકો તેની નીચે દબાઈ ગયા.

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં શનિવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ઉચેહરા પોલીસ સ્ટેશન વિસ્તારની પરસમનિયા ચોકી હેઠળ આવેલા મહારાજપુર ગ્રામ પંચાયતના પિપરા ગામમાં ઘર નજીક આવેલા તળાવમાં ન્હાવવા ગયેલા માસૂમ ભાઈ-બહેનનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. આ બનાવ બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

સુરેન્દ્રનગરના ચોટીલા પાસે સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી ખાનગી ટ્રાવેલ્સ તેમાં ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે સર્જાયેલી શોર્ટ સર્કિટમાં આખી બસ ભડભડ સળગી ઉઠી હતી. આ કરુણ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.