સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે-48નો સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. વરસાદી પાણીના નિકાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ છતાં દર વર્ષની જેમ ફરી એ જ સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.