કેનેડાના ટોરોન્ટોમાં લોકપ્રિય સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક અંધાધૂંધ ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ‘સાલસા ઓન સેન્ટ ક્લેર’ ફેસ્ટિવલ નજીક થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.